Thursday, 31 July 2014

ભગવાન શું નહીં પૂછે – શું પૂછશે ? ભગવાન શું નહીં પૂછે – શું પૂછશે ? [1] ભગવાન એ નહીં પૂછે કે આપણે કઈ બ્રાન્ડની કાર વાપરતા હતા, પરંતુ એ જરૂર પૂછશે કે કેટલા જરૂરિયાતવાળા અને અશક્ત લોકોને એમના ઘર સુધી પહોંચવામાં આપણે મદદ કરી હતી ! [2] ભગવાન એ નહીં પૂછે કે આપણું ઘર કેટલા સ્ક્વેરફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે, પરંતુ એ જરૂર પૂછશે કે સાચા દિલથી એ ઘરમાં આપણે કેટલા લોકોને આવકાર્યા હતા. [3] ભગવાન એ નહીં પૂછે કે આપણી પાસે કેટલા અને કેવાં કપડાં છે, પણ એ જરૂર પૂછશે કે કેટલા લોકોના ઉઘાડા શરીર આપણે ઢાંકી શક્યા. [4] આપણા સામાજિક દરજ્જા અંગે પૂછપરછ કરવાની એ જરાપણ દરકાર નહીં કરે, હા ! આપણા નૈતિક દરજ્જા અંગે એ બરાબર પૂછશે ! [5] આપણી પાસે કેટલી સંપત્તિ હતી એ અંગે જાણવામાં એને રસ નહીં હોય, પરંતુ આપણે સંપત્તિના કે સંપત્તિ આપણી ગુલામ હતી એ અંગે એ જરૂર પૂછશે. [6] આપણો પગારનો ગ્રેડ કેટલો ઊંચો હતો એ અંગે ભગવાન કશું જ નહીં પૂછે, પણ એને માટે અને એટલો ગ્રેડ હોવા છતાં આપણે કેટલું નીચે ઊતરવું પડ્યું હતું એ તો જરૂર પૂછશે. [7] આપણને નોકરીમાં, સમાજમાં, સત્તામાં કે અન્ય સંગઠનોમાં કેટલી બઢતી મળી એની સાથે એને કંઈ જ લેવાદેવા નથી, પરંતુ બીજા લોકોને આગળ આવવા દેવામાં આપણે કેટલી મદદ કરી કે શું કર્યું એની એ સવિસ્તાર નોંધ માગશે. (જોકે એની પાસે એ નોંધ હશે જ !) [8] આપણે કલાસ વનના કે કલાસ ફોરના કર્મચારી હતા એ અંગે એ કંઈ જ નહીં પૂછે, પરંતુ આપણને સોંપાયેલ જે કંઈ કામ હોય તે આપણે નિષ્ઠાપૂર્વક કર્યું હતું કે નહીં એની એ પાક્કી પૂછપરછ કરશે.

No comments:

Post a Comment