Thursday, 31 July 2014

કહેવતો

કહેવતો કહેવતો -લાંબા ભેગો ટૂકો જાય,મરે નહિ તો માંદો થાય. -વા ફરે વાદર ફરે ન ફરે સુરા નાં બોલ. -કોણે કહ્યું હતું કે,' બેટા, બાવળિયે ચડજો?' -દુકાળમાં અધિક માસ. -ગાંડી માથે બેડું. -અબી બોલા અબી ફોક. – અધૂરો ઘડો છલકાય. -ભરમ ભારી અને ખિસ્સાં ખાલી. -સંગ તેવો રંગ-સંગત તેવી રંગત -વાન ન આવે પણ સાન આવે. -અડધા પાપડ માટે નાત જમાડવી. -બે વસ્તુઓ નબળાઇ બતાવે છે : બોલવું ઉચિત હોય તે સમયે ચૂપ રહેવું અને મૌન ઉચિત હોય તે સમયે બોલવું. -બગાસુ ખાતા પતાસુ પડ્યું -મજબુરી કા નામ મહાત્મ ગાંધી -ટ્યુબલઇટ થવી -રાજા,વાજા ને વાંદરા તણેય સરખા. -ડાહી સાસરે ન જાય ગાંડીને શિખામણ આપે -ચોર નો ભાઇ ઘંટી ચોર -ધરમ ની ગાય઼ ને દાંત ન હોય઼ -ડોહી ઊંટ પર બેહી -પટેલ ની ઘોડી પાદર સુઘી -ખાદી પહેરવાથી ગાંધી ન બનાય.. -માં તે માં બાકી બધા વગડા ના વા… -ભરમ ભારીને ખિસ્સા ખાલી -વાંસ ના કજિયામાં વન બળે -શિકાર વખતે કુતરી મુતરવા જાય. -દશેરા ના દિવસે ઘોડો ના દોડે. -સાપ મારવો તો પુરો મારવો. -ઉજ્જડ ગામ માં એરડો પ્રધાન -પ્યાર ઝુકતા નહી ઓર બનીયા રુકતા નહી. -વખાણેલી ખીચ્ચડી દાઢે વળગે. -બોલે તેના બોર વેચાય -ના બોલવા માં નવ ગુણ -કર્યા પર પાણી ફેરવવું -બાર વરસે બાવો બોલ્યો ઘુ ઘુ ઘુ -ઝાઝા હાથ રડીયામણા -કુતરા ની પૂછડી વાંકી ને વાંકી. -શેઠ ની શિખામણ જાપા સુધી. -નામ લિયા ઓર શેતાન હાજીર. -વાવો તેવું લણો -સંપ ત્યાં જંપ -અભાગિયેકે ઉઠ તે કુતો ડાડે" (અભાગિયાને ઊંટ પર કુતરૂં કરડે.) -હાથ ના કર્યા હેયે વાગ્યા -ભાગતા ભૂત ની લંગોટ ભલી -બાપ એવા બેટા ને વડ એવા તેટા -છોરા ના લક્ષણ પારણે થી અને વહુ ના લક્ષણ બારણે થી -મોર ના ઈંડા ને ચીતરવા ન પડે -મફત નું ચંદન ને ઘસ બેતા લાલિયા -બગલ માં છોરું ને ગામ માં ઢંઢેરો -ખાડો ખોદે તે પડે -પાદવા ની પહોંચ નહિ ને તોપખાના માં નામ લખાવે -ધરમ ની ગાય નાં દાંત ના જોવાય -રામ રાખે તેને કોણ ચાખે -મીઠા જાડ ના મૂળ ન ખવાય -પાકા ઘડે કાઠા ન ચડે -તમાશાને તેડું નહીં (ને બાવળિયાને ખેડું નહીં). -પારકે પૈસે પરમાનંદ (ને ખાઈપીને કરો આનંદ). -આવ બલા પકડ ગલા ( એ બલાસે ભાગના ભલા). -અશક્તિમાન ભવેત્ સાધુ (અને કુબ્જા નારી પતિવ્રતા). -ઈન મીન ને સાડા તીન (આધા રહ્યા સો લિયા છીન, ફિર તીન કે તીન). -એક નૂર આદમી ને દસ નૂર કપડાં (હજાર નૂર ઘરેણાં ને લાખ નૂર નખરાં) -(કસાઈને ઘેર કુશળ) ને ધર્મીને ઘેર ધાડ. -કાશીનું કરવત (આડુંએ વહેરે ને ઊભુંએ વહેરે). -(ખરી બપોરે બણગું ને) પોપાંબાઈનું રાજ. -ખાટલે મોટી ખોડ (એ કે પરથમ ખોયો જ નહીં). -ખાધું પીધું તે આપણું (હાકળને ભર્યા ફોક, જીવ લઈ ગયો જમડો ત્યારે ખાઈ ગયા લોક). -નામ તેનો નાશ -દુકાળ ને વળી અધિક માસ (ભૂખ્યો ને વળી ટાઢી છાશ). -દિલ લગા ગધ્ધી સે તો પરી કયા ચીજ હૈ. -ઢમ ઢોલ માંહે પોલ (ઉપર વાઘા ને માંહે નાગા). – ડુંગરા દૂરથી રળિયામણા -ટકાના તેર -ઝાઝા હાથ રળિયામણા -જંગલમાં મંગલ -ઠંડા પહોરના ગપાટા -મિયા બીબી રાજી તો કયા કરે કાજી? -દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય. -ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. -ચોરનો ભાઈ ઘંટી ચોર નહીં -ન કરે નારાયણ કરે સ્વામીનારાયણ -છોરું કછોરું થાય -ગામ ત્યાં ઢેઢ વાડો -ગોળાને મોઢે ગળણું બંધાય -નદી નાવ સંજોગ છે -આગે સે લાત, પીછે સે બાત -નાક લીટી તાણી -જે જાય જાવે તે કદી નહીં પાછો આવે. -સાથે બેસે ચાર ચોટલા તો ભાંગે ઘર ને રોટલા -મા મૂળી ને બાપ ગાજર. -બાંધી મુઠ્ઠી લાખની (ને ઉઘડતાં વા ખાય). -બોડી બામણીનું ખેતર ને બાવો રખોલીયો -રાઈના પાડ રાતે ગયા -સસ્તી સુખડી ને સિદ્ધપુરની જાત્રા -ખાલી ચણો વાગે ઘણો -ઘઉં ખેત મેં, બેટા પેટ મેં -ઘરમાં હાંલ્લેહાલ્લાં લડે -ખોટો રૃપિયો ચમકે ઘણો -ઘરડી ઘોડી ને લાલ લગામ -ધરમના કામમાં ઢીલ નહીં -ધૂળધાણી ને વા પાણી -ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો. -નવી વહુ નવ દહાડા -ધૂળ પર લીંપણ -નહીં લેવા નહીં દેવા -વાતનું વતેસર કરવું -ખરી વાતમાં શાનો ખાર -તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ. -જૈસી કરની વૈસી ભરની -કમજોર ઔર ગુસ્સા બહોત -અંધેર નગરી ગંડુ રાજા -ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા). -અંધારી રાતે મગ કાળા -એક મ્યાનમાં બે તલવાર નહીં માય -આંધળા સામે આરસી -જાનમાં કોઈ જાણે નહીં ને લાડા ની ફૂઈ -ગમે તેટલું ઊંચું વૃક્ષ હોય, નાનામાં નાની કુહાડી ઉપર સુધી પહોંચી શકે છે (ચાઈનીઝ કહેવત). -જે ગુસ્સે થઈ શકતો નથી એ મૂર્ખ છે, જે થતો નથી એ ડાહ્યો છે (ઇંગ્લિશ). -મૃત્યુ પીંછા કરતાં હલકું છે, જીવન પહાડ કરતાં વજનદાર છે (જાપાનીઝ). – જરાક બૃદ્ધિવાળા મૂર્ખ સૌથી વધારે તકલીફ આપે છે (ફ્રેન્ચ). -લડાઈ કરવાની કે પરણવાની કોઈને સલાહ આપવી નહીં (સ્પેનિશ). -ધોળા વાળ ઉંમરની નિશાની છે, ડહાપણની નહીં (ગ્રીક). -એક વાર પરણવું ફર્જ છે, બીજી વાર ભૂલ છે, ત્રીજી વાર પાગલપણું છે (ડચ). -સ્ત્રી લગ્ન પહેલાં રડે છે, પુરુષ પછી (પોલેન્ડની પોલીશ). -કિસ્મતવાળાને દરિયામાં ફેંકી દો તો મોઢામાં માછલી પકડીને એ ઉપર આવશે (આરબ). -ખીલેલું ફુલ દસ દિવસથી વધારે રહેતું નથી, જીવતો માણસ દસ વર્ષથી વધારે સત્તા પર રહેતો નથી (કોરિયન) -આંધળીને પાથરતાં વ્હાણું વાય. -એવું કેવું રળવું કે, દીવો મુકીને દળવું. ( ખર્ચ બચાવવા અંધારામાં દળવું.) -ડાહી બાઈને તેડાવો, ને ખીરમાં મીઠું નખાવો. -ડાહી સાસરે નો જાય, ને ગાંડીને શીખામણ દે. -વગર જણ્યે સુવાવડ શેં વેઠવી? ( કોઈ જાતના લાભ વગર બીજા માટે કેમ દુખ વેઠવું ? ) -સાત સુવાવડ સારી પણ એક કસુવાવડ ભુંડી. -છોકરાં ધવડાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં. -જણનારીનાં દખ જણનાર જાણે. -મા કરતાંય વધારે હેત દેખાડે ઈ ડાકણ હોય. -'જુ' ના પેટમાં લીખ જ પાકે. -એક તોલડી તેર વાનાં માંગે. -પરણ્યાને પાળે ને જણ્યાને જીવાડે ઈમાં શું નવાઈ? -માવતર ગઈઢાં થાય; માવતરનાં હેત ગઈઢા નો થાય. -હું પહોળી ને શેરી સાંકડી. -દીકરાના પાડની દીકરી છે. -"જ્ઞાનનો ફેલાવો થઇ શકે ડહાપણનો નહી -ઘરડાં ગાડાં વાળે -ધીરજનાં ફળ મીઠાં -ઘો મરવાની થાય ત્યારે વાઘરી

No comments:

Post a Comment