આંખોના છલકાતા જામ જોઇને,આંખોના છલકાતા જામ જોઇને,શ્વાસ લેવાનું ભૂલી ગયો.લહેરાતી તારી લટ જોઇને,હૃદય ધબકારો ચૂકી ગયું.મરક્તા ગુલાબી હોઠ જોઇને,આંખો મટકું મારતાં રહી ગઇ.ગાલ પરની ગુલાબી લાલી જોઇને,જબાન પરના શબ્દો અટકી ગયા.લલાટ પરની બિંદી જોઇને,આગળ વધતાં કદમ થંભી ગયા.નાગણ શી તારી આ ચાલ જોઇને,હોશ મારા ઊડી ગયા.તનની સુગંધનો દરિયો શ્વાસમાં ભરતાં,વિચારોનો વંટોિળયો અટકી ગયો.મારકણી તારી આ અદા જોઇને,હું'કોણ'છું એ પણ ભૂલી ગયો.
No comments:
Post a Comment