Friday, 1 August 2014

સુખમા સાંભરે સોની દુઃખમા સાભરે રામ

પ્રભુનો આભાર માનો  …..
એક મોટી ઈમારતના બાંધકામનું કામકાજ
ચાલી રહ્યું હતું .
એક દિવસ આ બાંધકામના સુપરવાઈઝરે આ
ઈમારતના છઠા માળેથી નીચે ભોંય તળીયે કામ
કરી રહેલ એક કારીગરને કઈક સૂચના આપવા માટે
બુમ મારી .
બિલ્ડીંગના કામકાજ અંગે થઇ રહેલ શોર
બકોરમાં આ કારીગરે સુપરવાઈઝરે ઉપરથી જે બુમ
મારી હતી એ સાંભળી નહી . એતો એના કામમાં જ
મગ્ન હતો .
આથી આ કારીગરનું ધ્યાન એના તરફ ખેંચવા માટે
સુપરવાઈઝરે ઉપરથી ૧૦ રૂપિયાની કરન્સી નોટ
નીચે ફેંકી . આ નોટ કામ કરી રહેલા આ
કારીગરની બાજુમાં જ જઈને પડી.
કારીગરે આ નોટ લઈને બીજો કોઈ પણ
જાતનો વિચાર
કર્યાં વિના પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને જે
કામ કરતો હતો એમ કરવાનું ચાલું રાખ્યું .
આ કારીગરનું ધ્યાન એના તરફ ખેંચાય એ માટે
સુપરવાઈઝરે ફરીથી ઉપરથી ૫૦૦ રૂપિયાની નોટ
ફેંકી પરંતુ આ વખતે પણ કારીગરે પહેલાં કર્યું હતું
એમ જ કર્યું .આ નોટને લઈને
ખિસ્સામાં મુકી દીધી અને એનું કામ કરવાનું ચાલું
રાખ્યું . આ નોટ ક્યાંથી આવી -કોણે
નાખી એનો સહેજ પણ વિચાર ના કર્યો .
આ કારીગરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે
સુપરવાઈઝરે હવે એક નવી તરકીબ અજમાવી .
સુપરવાઈઝરે એક નાનો પત્થર નીચેથી ઉપાડીને
છઠા માળેથી આ કારીગરની ઉપર ફેંક્યો જે બરાબર
આ કારીગરના માથે જઈને વાગ્યો .
અચાનક આ પથ્થરના પ્રહારથી કારીગર
ચમકી ગયો અને આ વખતે જ એની ડોક ઉપર
કરીને જોયું . એ વખતે સુપરવાઈઝરે કારીગરને
એના કામકાજ અંગે જે સુચના આપવાની હતી એ
આપી .
આ સુપરવાઈઝર-
કારીગરની વાર્તા આપણા જીવનની વાર્તાને
બિલકુલ મળતી આવે છે .
ભગવાન આપણી સાથે
સંપર્કમાં રહેવા હંમેશાં પ્રયત્ન કરતો હોય છે . આ
સુપરવાઈઝરની માફક ઉપરથી બુમ મારતો હોય છે
પરંતુ આપણને આપણા સ્વાર્થને વશ થઇને
જિંદગીના ઢસરડા કરવામાં ઊંચું જોવાની પણ ફુરસદ
નથી .
ભગવાન સાથેની વાતચીત તરફ દુર્લક્ષ્ય સેવીએ
છીએ . ભગવાન એના તરફ  ધ્યાન
ખેંચવા આપણને પ્રથમ નાની ભેટ મોકલી આપે
છે . આપણે આ વખતે એટલું પણ
વિચારતા નથી કે એ ક્યાંથી આવી અને કોણે
મોકલી છે . આપણે તો આ વાતના કારીગરની જેમ
આ ભેટને આપણા ખિસ્સામાં મૂકી દઈએ છીએ અને
બધું ભૂલીને આપણા સંસારિક કામોમાં મગ્ન
રહેતા હોઈએ છીએ .
ત્યારબાદ ભગવાન આપણને મોટી ભેટ મોકલે છે
પરંતુ આપણે આ જે ભેટ પ્રાપ્ત થઇ એના માટે
પોતાની જાતને બહું નશીબદાર માનીએ છીએ અને
એના માટે ગર્વ કરતા થઇ જઈએ
છીએ .પરંતુ આપણને આ ભેટો મોકલી આપવા માટે
ભગવાનને યાદ કરીને એનો આભાર માનવાનું
ભૂલી જઈએ છીએ .
આવા સંજોગોમાં ભગવાન આપણું ધ્યાન
એના તરફ ખેંચાય એટલા માટે
નાની મોટી ઉપાધીઓ રૂપી પથ્થર આપણા ઉપર
ફેંકતો હોય છે . ત્યારે જ આપણને ભાન આવે છે.
ત્યારે જ એને યાદ કરીએ છીએ અને
એની સાથે વાતચીત કરવાનું ચાલું કરીએ છીએ .
આ આખી કથાનો મુદ્દાનો બોધપાઠ એ છે કે ……
જ્યારે જ્યારે પણ ભગવાન આપણને કોઈ પણ
સ્વરૂપે નાની-મોટી ભેટો મોકલી આપે એ દરેક
વખતે તરત જ આપણે એને યાદ કરીને
એનો આભાર માનવામાંથી ચુક્વું ના જોઈએ .
આપણને ભગવાન ઉપાધિઓ રૂપી નાનો પત્થર
આપણા માથે મારીને આપણને યાદ કરાવે
ત્યાં સુધી એની રાહ જોવી ના જોઈએ .
કોઈએ સરસ કહ્યું છે કે ” સુખમાં સાંભરે સોની ,
દુઃખમાં સાંભરે રામ ! “

No comments:

Post a Comment