આજ નો કોયડો :
એક વેપારી પાસે એક એક રૂપિયાવાળા એક હજાર
સિક્કા હતા. આ હજાર સિક્કાના જુદા જુદા દશ ભાગ
કરી દઈ વેપારીએ દશ પોટલીમાં બાંધી દીધા.
વેપારી હોંશિયાર હતો. એણે આ દશ ભાગ એવી રીતે
પાડ્યા કે કોઈને પણ એક રૂપિયાથી માંડીને એક
હજાર રૂપિયા સુધીની કોઈ પણ રકમ આપવાની થાય
તો એ બાંધી રાખેલી પોટલીઓ જરૂર પ્રમાણે
એકઠી કરીને આપી દેવાથી એ રકમ ચૂકવી જ
શકાય. (રકમ ચૂકવવા માટે કોઈપણ
પોટલી છોડવાની જરૂરિયાત ઊભી થાય જ નહીં.)
તો વેપારીએ આ દશ
પોટલીઓમાં કેટકેટલા રૂપિયા બાંધ્યા હશે?
No comments:
Post a Comment