મુજ સે બુરા ના કોય ! ( એક હાસ્ય-બોધ-કથા )
મોહનને એકવાર એના મનમાં વહેમ ગયો કે
એની પત્ની લીલા પહેલાંની માફક સાંભળતી હોય
એમ નથી લાગતી . એને એમ લાગ્યું કે
લીલા બરાબર સાંભળે એટલા માટે એને કાને
લગાડવાનું
નાનું મશીન કદાચ લાવવું પડશે .
આ માટે એ સીધા એની પત્નીને કઈક વાત કરે એ
પહેલાં એની પત્નીની બહેરાશના પ્રશ્ન અંગે
શું કરવું જોઈએ એની ચર્ચા કરવા અપોઈન્ટમેન્ટ
લઈને મોહન એના ફેમીલી ડોક્ટરને મળ્યો .
ડોક્ટરે મોહનને કહ્યું
“તમારા પત્નીની બહેરાશનો ખ્યાલ આવે
એટલા માટે એક સીધો સાદો
ટેસ્ટ તમારે મારા વતી કરવો પડશે .”
ડોક્ટરે મોહનને આ ટેસ્ટ કેવી રીતે કરવો એ
સમજાવતા કહ્યું :
“તમારા પત્ની જ્યાં હોય ત્યાંથી ૪૦ ફીટ
દુરથી તમે રોજ વાતો કરો છો એવા જ અવાજથી
એની સાથે વાત કરો અને જુઓ કે એ સાંભળે છે કે
કેમ . જો આ પ્રમાણે કરતાં એ ન સાંભળે તો
૩૦ ફીટ દુરથી અને ફરી ન સાંભળે તો ૨૦ ફીટ એ
પ્રમાણે તમારા પત્ની તમારી વાતનો જવાબ
આપે ત્યાં સુધી કરતા જજો “
ડોક્ટરની આ સલાહ પછી એક સાંજે મોહન જોબ
ઉપરથી ઘેર આવ્યો ત્યારે એની પત્ની લીલા
રસોડામાં રસોઈ કરતી હતી .મોહન લીલાથી લગભગ
૪૦ ફીટ દુર એના દીવાનખંડમાંથી
રોજ વાતચીત કરતો હોય એવા અવાજથી એને
પૂછ્યું ” લીલા આજે ડીનરમાં શું બનાવ્યું છે ?”
એના આ પ્રશ્નનો લીલાએ કોઈ જવાબ ન
આપ્યો એટલે એ રસોડા તરફ થોડા વધુ નજીક
જઈને લગભગ ૩૦ ફીટના અંતરથી એજ પ્રશ્નને
દોહરાવતા પૂછ્યું “લીલા આજે ડીનરમાં શું બનાવ્યું
છે ?”
ફરી લીલાએ કોઈ જવાબ આપ્યો નહી એમ મોહનને
લાગતાં એણે ૨૦ અને ૧૦ ફીટથી
આ પ્રમાણે લીલાને કુલ પાંચ વાર પૂછ્યું પણ
એનો કોઈ જવાબ ન મળ્યો .
મોહનને હવે મનમાં ઠસી ગયું કે નક્કી લીલાને
સાંભળવાનો પ્રોબ્લેમ લાગે જ છે .
છેવટે મોહન રસોડામાં જઈને લીલાની બિલકુલ
નજીક લીલાની પીઠ પાછળ જઈને
એ જ પ્રશ્ન ફરી કર્યો ” “લીલા આજે ડીનરમાં શું
બનાવ્યું છે ?”
લીલા પૂંઠ ફેરવીને મોહનને તતડાવતી હોય એમ
ગુસ્સાથી મોટા અવાજે બોલી :
” મોહન, મેં તને પાંચ વાર કહ્યું કે
ડીનરમાં રોટલી , શાક અને કઢી ભાત છે . સંભળાતું
નથી ?
બહેરો થઇ ગયો છે કે શું ?”
બોધપાઠ -
આ હાસ્ય કથામાંથી બોધ એ લેવાનો છે કે કોઇપણ
પ્રશ્ન કે ભૂલ માટે આપણે હંમેશા સમરથ કો ન
કોઈ દોષ
ગુસાઈ એમ માનીને બીજાનો જ દોષ કાઢીએ
છીએ .
આપણે જ્યારે બીજાની તરફ એક આંગળી કરીએ
છીએ ત્યારે બીજી ત્રણ આંગળીઓ આપણી તરફ
રહેતી હોય
છે .આપણી પણ ભૂલ કે દોષ હોઈ શકે છે એ
ભૂલી જઈએ છીએ .
સંત કબીરે એમના એક દોહામાં સરસ કહ્યું છે કે -
બુરા જો દેખન મૈં ચલા, બુરા ના મિલિયો કોય
જો મન ખોજા અપના, મુજ સે બુરા ના કોય
Friday, 1 August 2014
કોની ભુલ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment