સમય નથીખુશી છે અહીં લોકો પાસે પણ હસવા માટે સમયનથી,દિવસ રાત દોડતી આ દુનિયામાં જીંદગી માટે પણ સમય નથી,મા ના હાલરડાં નોઅહેસાસ છે પણ મા ની મમતા માટે સમય નથી. બધા સબંધો તો મરી ગયા જાણે પણતેમને દફનાવવાનો સમય નથી. બધા નામ મોબાઇલમાં છે પણ મિત્રતા માટે સમય નથી,પારકાઓની શું વાત કરવી અરેપોતાના માટે પણ સમય નથી. આંખોમાં છે ઊંઘ ઘણીયેપણ સુવા માટે સમય ક્યાં?દિલ છે ગમોથી ભરેલું પણ રોવા માટે સમય નથી અનેપૈસાની દોડ માં એવા દોડ્યાકે થાકવાનો પણ સમય નથી. પારકા અહેસાનોની શું કદરકરીએ જ્યાં પોતાના સપનાની જ કદર નથી ત્યાં તું જ કહે મને એ શું થશે આજીંદગીનું જેમાં દરેક પળે મરવા વાળાને જીવવા માટે પણસમય નથી.
No comments:
Post a Comment